પારિજાત નો છોડ...
🌼🌿🌼🌿🌼🌿
40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરી શકે એવી ક્ષમતાં આ વૃક્ષના પાનમાં છે. ઘૂંટણ, કમરનો દુઃખાવો, સંધિવા માટે પારિજાત ના વૃક્ષ નાં પાન કામ ની ઔષધિ છે. એવું વૈદિક શાસ્ત્ર કહે છે.
પારિજાત નાં 5-7 પાન તોડી અને એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી અડધું થઇ જાય ત્યાં સુધી તેને રાતે ગરમ કરો. એક્દમ ઠંડું થય જાય ત્યાંરે સવારે ભૂખ્યા પેટે 4 - 5 દિવસ પીવું. જૂનો આર્થંરાઇટ્સ(વા) છે તો 15 થિ 20 દિવસ પણ લઇ શકો છો
વન વિભાગની વિનંતિ છે કે ઘરમાં થોડી પણ જગ્યા હોય તો ત્યાં પારિજાત નું છોડ વાવો, ખુબજ કામ આવશે. અત્યારે ચોમાસામાં સસ્તું અને સરળતાં થી આસપાસ ની નર્સરી માં મળી રહેશે. તમારા નઈ તો તમારા પાડોશી ને કામમાં આવશે. આજ કાલ લોકો ને સાંધાનો રોગ ખુબજ થાય છે. અને ચિકનગુનીયામાં પણ પારિજાત ના વૃક્ષનાં પાનનો રસ પીશો તો ત્રણ દિવસ મા ઠીક થઇ જાશે. વૃદ્ધ માણસો ને પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી રીતે કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસ થિ ઠીક થઈ જાય છે.
પારિજાત નાં પાન તોડી એની ચટણી બનાવી એક ગ્લાસ પાણીમાં નાખી દો. એ પાણી અડધું નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે એ પાણી ને સાઈડ મા રાખી દો,પાણી એક્દમ ઠંડું થઈ ગયા પછિ એને ગાળી લ્યો અને એને પી જાવ.પાન ને ચાવી ને ખાશો તો અસર થાતાં જાજા દિવસ લાગશે. એટલાં માટે પાન ને પીસી અને એની ચટણી બનાવી પાણી સાથે લેશો તો અસર જલદી થાશે.
🌼🌼🌼🌼🌼🌼
●પારિજાત●
પુરાણોમાં ઉલ્લેખ છે તેવા સમુદ્ર મંથન વિશે તો સૌએ સાંભળ્યું જ હશે, સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામા આવ્યું હતું. દેવપૂજામાં પારિજાતના ફૂલોનું પણ વિશેષ મહત્વ છે. જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મીના ફેવરીટ છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી. પારિજાતને હરશ્રૃંગાર પણ કહેવામા આવે છે. જાણો ક્યાં આવેલું છે સ્વર્ગથી લાવેલું આ પારિજાતનું વૃક્ષ અને તેના પાછળની કહાણી...
શ્રીકૃષ્ણ લીલામાં વર્ણન મળે છે કે રૂક્મિણીએ પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરવી હતી. જેથી શ્રીકૃષ્ણને સાથે લેઓ રૈવતક પર્વત પર પહોંચ્યાં. એ સમયે દેવઋષિ નારદ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. એમના હાથમાં પારિજાત વૃક્ષનું પુષ્પ હતું, જે તેમણે રુક્મિણીને આપી દીધું અને રુક્મિણીએ આ ફૂલ પોતાના માથા પર લગાવી લીધું.
【સત્યભામાની જીદ】
કનૈયાની ત્રણ પત્ની હતી- રૂક્મિણી, જામ્વંતી અને સત્યભામા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ કરી કૃષ્ણ અને રુક્મિણી મહેલમાં પરત આવી ગયાં ત્યારે રુક્મિણીના વાળમાં ફૂલ જોઇને સત્યભામાએ આખું ઝાડ જ લઇ આવવાની માગણી કરી. ત્યારે કૃષ્ણ એમના માટે સ્વર્ગથી પારિજાતનું વૃક્ષ લઇને આવ્યા હતા.
【દ્વારકાથી કિંતૂર કેવી રીતે પહોંચ્યું પારિજાત】
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાથી 38 કિમી દૂર પૂર્વમાં આવેલ કિંતૂર ગામ આવેલું છે. આ ગામમાં એ પારિજાત વૃક્ષ છે, જેને કૃષ્ણએ સ્વર્ગથી લાવ્યા બાદ દ્વારકામાં લગાવ્યું હતું. કુંતીએ પોતાના પુત્ર અર્જુન પાસે શિવપૂજા દરમિયાન ભોળેનાથને પારિજાતના પુષ્પ અર્પણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઇચ્છા પૂરી કરવા માટે અર્જૂન દ્વારકાથી આખું ઝાડ જ ઉઠાવીને લઇ ગયા અને કિંતૂરમાં સ્થાપિત કરી દીધું હતું. માનવામા આવે છે કે મહાભારત કાળમાં જ આ ગામ વસાવવામા આવ્યું હતું. એ સમયે ધૃતરાષ્ટ્રે પાંડવોને અજ્ઞાતવાસ આપ્યો ત્યારે તેઓ અહીં આવીને જ રોકાયા હતા. પાંડવોની માતા કુંતીના નામે આ ગામનું નામ કિંતૂર પાડવામા આવ્યું છે. પાંડવો દ્વારા અહીં મહાદેવ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું જેનું નામ કુંતેશ્વર મહાદેવ મંદિર છે.
આ છોડને પારિજાત અને હરશ્રૃંગાર ઉપરાંત શેફાલી, પ્રાજત્ત્કા અને શિઉલીના નામથી પણ ઓળખવામા આવે છે. આ ફૂલ પશ્ચિમ બંગાળનું રાજકીય પુષ્પ છે.
ગિર વગડો ગ્રુપ માંથી કોપી પેસ્ટ. કરેલ માહિતી.